જો તમે વેબસાઇટ બનાવવાનો વિચાર કરો છો. તો સૌપ્રથમ તમારી સામે એક પ્રશ્ન આવશે, શું તમારી પાસે ડૉમિન નેમ છે? ઘણા લોકોને ડૉમિન નેમ વિષે મૂંઝવણ હોય છે. તો આ આર્ટિકલ માં આપણે ડૉમિન નેમ વિશે જાણીશુ. (What is Domain name in gujarati | Domain name shu che)
ડૉમિન નેમ જુદા જુદા નામોથી ઓળખાય છે.
- વેબ એડ્રેસ – Web Address
- વેબ યુઆરએલ – Web URL
- ડી એન એસ – DNS
- ડોમિન નેમ સિસ્ટમ – Domain Name System
ડૉમિન નેમ શું છે
What is Domain Name in Gujarati
સરળ શબ્દોમાં, જો તમારી વેબસાઇટની ઓનલાઇન બિઝનેસ શોપ છે, તો ડૉમિન નેમ એનું સરનામું છેજે કોઈ તમારી વેબસાઈટ જોવા માંગે છે, તે ઇન્ટરનેટ બ્રાઉઝરના યુઆરએલ બારમાં ડોમિન નેમ લખી, તમારી વેબસાઇટ જોઈ શકે છે. જેમકે www.youtube.com યુટ્યુબની વેબસાઇટનું ડૉમિન નેમ છે. આપણે ઇન્ટરનેટ બ્રાઉઝરના યુઆરએલ બારમાં www.youtube.com લખીને યુટ્યુબની વેબસાઇટ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારા મોબાઇલમાં એક નવો ફોન નંબર એડ કરો છો, તો એ નંબરની સાથે એ નંબર જેનો છે એનું નામ પણ એડ કરો છો. જેમ કે, તમારા મોબાઇલમાં તમારા મિત્ર અશોકનો ફોન નંબર સેવ કરેલો છે. હવે જયારે પણ, તમે અશોકના નામને ટચ કરો છો, તો તમારા મોબાઈલને ખબર છે કે તમે અશોક ના નામ પર કયો નંબર સેવ કરેલો છે અને તે નંબર પર કોલ જોડી દેય છે.
ડોમિન નેમ સિસ્ટમ શું છે
What is Domain Name System in Gujarati
ડૉમિન નેમ પણ કંઈક આજ રીતે કામ કરે છે. ઇન્ટરનેટ કેબલ દ્વારા જોડાયેલા કોમ્પ્યુટર્સ નું મોટું નેટવર્ક છે. દરેક કમ્પ્યુટરને ઓળખવા માટે એક નંબર આપવામાં આવે છે, જેને આઇપી એડ્રેસ કહે છે. ઉદાહરણ તરીકે, 77.249.77.1 gujjufreelancer.com નું આઈપી એડ્રેસ છે. હવે દરેક વેબસાઇટનું આઇપી એડ્રેસ યાદ રાખવું મુશ્કેલ છે. આ સમસ્યા હલ કરવા માટે ડૉમિન નેમ ની શોધ કરવામાં આવી છે. હવે જો તમારે કોઈ વેબસાઇટ જોવે છે, જેમ કે યુ ટ્યુબ કે ફેસબુક ની વેબસાઈટ જોવી છે તો તમારે એ વેબસાઇટનું આઈપી એડ્રેસ યાદ રાખવાની જરૂર નથી. તેના બદલે, જ્યારે તમે ઇન્ટરનેટ બ્રાઉઝરના યુ.આર.એલ બાર માં વેબસાઈટનું ડૉમિન નેમ ટાઈપ કરો છો, ઉદાહરણ તરીકે youtube.com ટાઇપ કરો છો, તો ડૉમિન નેમ બ્રાઉઝરને તે વેબસાઇટનું આઇપી એડ્રેસ બતાવે છે અને બ્રાઉઝર આપણને www.youtube.com વેબસાઇટ બતાવે છે.
યુટ્યુબ (youtube) ડૉમિન નેમ છે અને યુ ટ્યુબની પાછળ જે કોમ (.com) લાગે છે તેના ડોમિન એક્સ્ટેંશન કહે છે. .com .net .in .org જેવા અનેક અલગ-અલગ એક્સ્ટેંશન ઉપલબ્ધ છે. જેમાંથી .com સૌથી લોકપ્રિય છે. જો તમે ડોમિન એક્સ્ટેંશન વિશે વધુ જાણવા માંગો છો તો અહીં ક્લિક કરો.